【100%】ધાધર નો રામબાણ ઇલાજ – Dhadhar ni Dava in Gujarati

આજે આપણે અહીં Dhadhar ni Dava વિશે વાત કરીશું. ઉનાળામાં ખાસ કરીને Dhadhar ni Dava ની ખૂબ જ જરૂર પડે છે તેથી આજના પોસ્ટમાં આપણે Dhadhar ni Dava વિશે વાત કરીશું.

મિત્રો આજે આપણે વાત કરીશું એવો ચામડીના રોગ વિશે જે એક બે વખત દવા લેવાથી મટી જતો નથી. આ રોગને મટાડવા માટે આપણે વ્યવસ્થિત ધ્યાન રાખવું પડે છે. રોગ છે ધાધર, ધાધર એ એવો રોગ છે જે એક વખત થયા પછી જો તેને વ્યવસ્થિત કાળજી લેવામાં ન આવે તો તે ફેલાય છે અને આખા શરીરમાં ફેલાવાની પણ શક્યતા રહે છે.

ધાધર નો ઈલાજ કરવા આયુર્વેદિક અને એલોપેથીક એમ બન્ને પ્રકારની દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. તમે બંનેમાંથી કોઈ પણ દવા લો છો. છતાં આ રોગ પાંચ દસ દિવસમાં મટી જતો નથી હોતો. આ રોગને જડમૂળથી મટાડવા ઓછામાં ઓછા બે થી ત્રણ મહિનાનો સમય લાગે છે. જેથી તમને લાગતું હોય કે તમે સારામાં સારા ડૉક્ટરને બતાવીને પાંચ દસ દિવસમાં જડમૂળથી મટાડી દો તો એવું નહીં બની શકે.

જેમ ધાધર જલ્દી થતી નથી એમ ધાધર જલદી મટતી પણ નથી. જો ધાધર જલદી થઈ ગઈ હોય તો તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશો જેને પહેલેથી જ ધાધર હોય છે. જેથી આ રોગથી પીડાનારી વ્યક્તિથી બને તેટલું દૂર રહેવું જોઈએ.

ધાધર નામના આ રોગને અંગ્રેજીમાં ફંગલ ઇન્ફેક્શન પણ કહેવાય છે. અને હિન્દીમાં દાદર પણ કહેવાય છે.

જો ઘરમાં કોઈ અન્ય વ્યક્તિને  પણ ત્યાં ધાધર થઈ હોય તો તે વ્યક્તિના સ્પર્શમાં આવવાથી કે તેની વસ્તુઓ વાપરવાથી તમને પણ ધાધર થવાની શક્યતા રહે છે. માટે તેના સંપર્કમાં આવવું કે તેની વસ્તુઓ બને ત્યાં સુધી ન અડવાની કાળજી રાખવી. કેમ કે ધાધરના કીટાણુઓ તરત જ બીજા ના શરીર પર જતા ઇન્ફેક્શનનું પ્રમાણ વધારવા લાગે છે. 

Dhadhar ni Dava ( ધાધર ની દવા ) :-

Dhadhar ni Dava એ ધાધર ને મટાડવા માટેનો એકમાત્ર ઉપાય છે. Dhadhar ni Dava એલોપેથીક અને આયુર્વેદિક એમ બે પ્રકારે જોવા મળે છે. તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે ધાધર નો ઈલાજ કરી શકો છો પરંતુ ઈલાજ દરમિયાન જરૂરી સાવચેતી રાખવી પડે છે. જેથી ધાધર મટવાને જગ્યાએ વધે નહીં.

(A) Allopathic treatment ( એલોપેથિક સારવાર ) :-

ધાધર ને ફંગલ ઇન્ફેક્શન અને રીંગવોર્મ પણ કહેવાય છે. ધાધર ને મટાડવા લોકો નજીકના દવાખાના કે મેડિકલ સ્ટોર પરથી કેટલીક ધાધર ની દવા લઈ આવતા હોય છે.

જેમકે ,

  • Ketoconazole 200mg
  • Itraconazole 100mg
  • Itraconazole 200mg
  • Fluconazole 

હાલમાં એલોપેથિક માં Itraconazole ખૂબ જ ચાલી રહી છે.  જે ધાધર મટાડવા ઉપયોગી સાબિત થઇ રહી છે.પરંતુ આ દવા સાથે તમારે બે થી ત્રણ મહિનાનો કોર્સ કરવો પડે છે. ત્યારે જ આ ધાધર માટે ઉપયોગી સાબિત થાય છે. અને તેમાં પણ તમારા ઘરમાં બીજા કોઈને પણ ધાધર હશે તો તે તમને ફરી વખત થાય છે. આ માટે ધ્યાન આપવું કે બીજા કોઈને ધાધર ન હોય. તો પછી તમારે કોર્સ કરવો હોય તો તમે કરી શકો છો.

તમે ઉપર જણાવેલ બધી ક્રીમ લગાવીને થાકી ગયા હશો. પણ જ્યાં સુધી ક્રીમ લગાડો છો. ત્યાં સુધી જ બેઠી જાય છે. પણ જેમ તમે ધાધર મટી ગયા પછી ક્રીમ લગાવવાનું બંધ કરો કે ધાધર ફરી થઈ જતી હોય છે. તો તમારે અહીં નીચે જણાવેલ ક્રીમો અને પાઉડર ને સતત બે મહિના સુધી ચાલુ રાખવો. જેથી ધાધર ફરી થશે નહીં અને તમારે એલોપેથીક કેપસુલ કે ટેબ્લેટ જે માનવ શરીરમાં કિડનીને નુકશાન કરે છે. તે લેવી પડશે નહીં. માટે આ પોસ્ટમાં હું તમને પાઉડર અને ક્રીમની જ માહિતી આપીશ જેથી તમને શરીરમાં આંતરિક નુકસાન ન થાય.

1. Lulifin Cream :

આ ક્રીમ તમને તમારા નજીકના મેડિકલ સ્ટોર અથવા ઓનલાઇન મેડિસિન shops પરથી મળી જશે અને આ ક્રીમ ધાધર મટાડવા ઉપયોગી છે.

પણ એલોપેથી પર મારી એક જ સલાહ રહેશે કે તમે કોઈ પણ આ ક્રીમ કે પાઉડર તમારા ફેમિલી ડોક્ટર કે કોઈ અન્ય ડૉક્ટરની સલાહ વગર ન લેશો. કેમકે દરેક માણસની તાસીર અલગ-અલગ હોય છે. જેથી આ ક્રીમ કે પાઉડર તમારા ડોક્ટરને બતાવી ને સલાહ લઇને લેવું જરૂરી છે. 

2. Abzorb Powder :

આ પાવડર તમને તમારા નજીકના મેડિકલ સ્ટોર અથવા ઓનલાઇન મેડિસિન shops પરથી મળી જશે. આ પાઉડર ઉનાળામાં ઉપયોગ કરવાથી ધાધરને અટકાવવામાં ઉપયોગી બનશે.

(B) આયુર્વેદિક ઉપચાર :-

બાબા રામદેવને તો તમે જાણતા જ હશો. બાબા રામદેવે આયુર્વેદ ને આ જમાના પૂરા વિશ્વમાં નવો જન્મ આપ્યો તેમ કહીએ તોપણ ના ન પાડી શકાય.આયુર્વેદિક ઉપચાર ઘણા બધા છે. પરંતુ તમને કયો ઉપચાર પસંદ આવે છે એ તમારા પર છે.

ઉપચાર 1 :

વાવડીંગ, કુવાડીયો, હળદર, સિંધાલૂણ  અને સરસવ ને લીંબુના રસની અંદર બરાબર વાટી ધાધર પર  લગાડવી.અને જો તમને ધાધરે ખંજવાળ આવતી હોય તો પહેલાં  ગુજરાતીડું ખંજવાળી આ લેપ લગાડી દેવો. જેનાથી લેપ ની અસર વધી જશે.આ પ્રયોગ સંપૂર્ણ ધાધર મટી ન જાય ત્યાં સુધી કરો.

ઉપચાર 2 :

લસણને વાટીને તેનો રસ અથવા વાટેલા લસણને ધાધર પર ઘસી દયો અથવા લગાવી દેવી તેનાથી ધાધર મટી જશે. યાદ રાખજો આ એક જલન પ્રયોગ છે. આ પ્રયોગમાં લસણને ધાધર પર ઘસવાથી ખૂબ જ બળતરા થાય છે. જો તમે સહનશીલ હોવ તો જ પ્રયોગ કરવો. આ પ્રયોગ પણ જ્યાં સુધી ધાધર ન મટે ત્યાં સુધી કરવો.

ઉપચાર 3 :

કુવાડીયા ના બી, બાવચી, સરસવ, તલ, ઉપલેટ, હળદર, બોથ આ બધાને મિશ્ર કરી ચટણી જેવું વાટી નાંખવું. અને વાટતી વખતે પાણીને બદલે છાશનો ઉપયોગ કરવો. આ મિશ્રણને છાશમાં ઘુંટી નાખવું. આ બધું કીટાણુઓ ને મારવા માં મદદરૂપ છે. જ્યાં સુધી ધાધર સાવ ના મટે ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખો.

( યાદ રાખો : છાશ તાજી ન હોવી જોઈએ છાસ ખાટી કે વાસી હોવી જોઈએ. )

સમીક્ષા :

અહીં તમને Dhadhar ni Dava વિશે એલોપેથીક અને આયુર્વેદિક એમ બંને સારવાર જણાવી છે. તમને જેમ અનુકૂળ લાગે તેમ તમે સારવાર નો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment